આર્સેલર મિત્તલ દક્ષિણ આફ્રિકા ખાતેનો લોંગ સ્ટીલ પ્લાન્ટ બંધ કરશે

આર્સેલર મિત્તલ દક્ષિણ આફ્રિકા ખાતેનો લોંગ સ્ટીલ પ્લાન્ટ બંધ કરશે

આર્સેલર મિત્તલ દક્ષિણ આફ્રિકા ખાતેનો લોંગ સ્ટીલ પ્લાન્ટ બંધ કરશે

Blog Article

ભારતીય મૂળના બ્રિટિશ સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલની દક્ષિણ આફ્રિકા ખાતેની પેટાકંપની આર્સેલર મિત્તલ સાઉથ આફ્રિકા AMSA) તેનો લોંગ સ્ટીલ પ્લાન્ટ બંધ કરશે. તેનાથી 3,500થી વધુ નોકરીઓને અસર થશે.

કેટલાંક વિકલ્પોની ચકાસણી કરવામાં આવે ત્યાં સુધી પ્લાન્ટને બંધ કરવાની પ્રક્રિયાને વિલંબમાં મૂકવાની સરકાર સાથેની સમજૂતી પછી AMSAએ તાજેતરના નિવેદનમાં આ જાહેરાત કરી હતી. નબળી આર્થિક સ્થિતિ, લોજિસ્ટિક્સ અને ઊર્જાના પડકારો તથા ખાસ કરીને ચીનથી થતી સસ્તી આયાતોને કારણે કંપનીએ નવેમ્બર 2023માં લોંગ સ્ટીલ બિઝનેસ કેર એન્ડ મેન્ટેનન્સ હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો હતો.

સીઇઓ કોબસ વર્સ્ટરે જણાવ્યું હતું કે એક કંપની તરીકે, અમે નિરાશ છીએ કે છેલ્લા વર્ષમાં અમારા તમામ પ્રયત્નો ટકાઉ ઉકેલમાં શોધવામાં નિષ્ફળ રહ્યાં છે. કંપનીએ જણાવ્યું હતું કે તમામ પ્રયાસો છતાં પેકેજની માગણી પૂરી થઈ નહતી. સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરી 2025ના અંત સુધીમાં બંધ થવાની ધારણા છે, બાકીની ઉત્પાદન પ્રક્રિયાઓ આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં પૂર્ણ થઈ જશે.

 

Report this page